પ્રધાન મંત્રી માંતૃવંદના યોજનાનો ત્રીજો હપ્તો ન મળવા બાબત

Description
નામ:- (૧) મોયડા કલ્પેશભાઈ શંકરભાઈ ગામ :- નવા માલણીયાદ ,તા હળવદ જી મોરબી મો,૯૯૦૯૮૭૮૩૦૨ તારીખ :-૦૨/૦૮/૨૦૨૪ પ્રતિ શ્રી, મેડીકલ ઓફીસર સાહેબ શ્રી પી.એચ.સી. સેન્ટર રણમલપુર વિષય :- પ્રધાન મંત્રી માતૃવંદના યોજનાનો ત્રીજો હપ્તો ન મળવા બાબત સંદર્ભ:- તારીખ ૧૫/૦૭/૨૦૨૪ નાં રોજ અમોએ પ્રતિ શ્રી,મેડીકલ ઓફીસર સાહેબ શ્રી પી.એચ.સી. સેન્ટર રણમલપુર ને લેખિતમાં જાણ કરેલ હોઈ પણ અમોને તેનો કોઈ પ્રત્યુતર આપેલ નથી જય ભારત સાથ જણાવવાનું કે હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહું છું અમારી પત્ની નામે મોયડા રીટાબેન કલ્પેશભાઈ જેઓ એ પ્રધાન મંત્રી માતૃ વંદના યોજનામાં નોંધણી કરાવેલ હતી.જયારે અમોએ અમારા આશાવર્કરને અમોએ અમારા ફોર્મ ભરવા માટે ચાર સેટમાં કાગળો આપેલ હતા. જેમાં કુલ બે હપ્તા જમા થયેલ હોઈ અને બાળકીનો જન્મ તારીખ:- ૨૨/૦૪/૨૦૨૩ ના રોજ થયેલ હોઈ હાલ તેઓની ઉમર ૧૪ મહિના થયેલ છે. તેમ છતાં હજુ સુધી ત્રીજો હપ્તો મળેલ નથી. અમોએ ૬ મહિના થી આજ સુધી અનેક વાર રજૂઆત આશાવર્કર ને કરેલ કે હજુ ત્રીજો હપ્તો જમા થયેલ નથી.ફોર્મ ક્યારે ભરાશે તો તેઓ જવાબ આપતા કે ઓનલાઈન થઇ ગયું છે અમારામા ના આવે અને ઓનલાઈન થશે ત્યારે અમો ભરી દેશું પણ આજ સુધી જમા થયેલ નથી અને અમોએ અમારા ગામના એફ.એચ.ડબ્લ્યુ (ફીમેલ હેલ્થ વર્કર)ને પણ જાણ કરેલ હોઈ તેઓએ અમોને જબાવ આપેલ કે તે ઉપરથી થશે અમારાથી કઈ ના થાય અમારામા ના આવે આવો ઉડતો જવાબ અમોને આપેલ અને કહેલ કે તમારે જે કરવું હોઈ તે કરી લિયો અમારા થી કાંઈજ નહિ થાય. આથી આજ સુધી કાંઈજ કાર્યવાહી કરવામાં આવેલ નથી. અમોએ તારીખ :-૦૮/૦૭/૨૦૨૪ ના રોજ નવા માલણીયાદનાં આશાવર્કરને જાણ કરેલ તો તેઓએ કહેલ કે હવે તારીખ જતી રહેલ છે.અને મન ફાવે તેવો ઉડતો જવાબ આપેલ છે.આથી અમો અરજદાર આ યોજનાનો લાભ લઇ શકેલ નથી જે હેતુ થી આપણા દેશના પ્રધાન મંત્રીએ આ યોજના બાહર પાડેલ છે તેનો લાભ મહિલા લઇ શકે તે હેતુથી યોજના અમલમાં મુકેલ હોઈ પણ મહિલાઓ સુધી લાભ પોહાચતો નથી.અધિકારીની આવી ગંભીર બેદરકારી થી લાભ મળી શકતો નથી અને વંચિત રહી જાય છે. આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે પ્રધાન મંત્રી માતૃ વંદના યોજનાનો લાભ પુરેપુરો લાભ ગર્ભવતી મહિલાઓને મળે અને જે અમો અરજદાર આ યોજનાનો ત્રીજો હપ્તો બાકી છે તેની યોગ્ય તપાસ કરી અને તેની કાર્યવાહી કરવામાં આવે.

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.